જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 16 વોર્ડ માટે 64 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં અનેક નવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે.
ત્યારે હજુ યાદી જાહેર થયાને ગણતરીના કલાકો થયા છે ત્યાં જ કયાંકને કયાંક અસંતોષની લાગણી જોવા મળી છે. વોર્ડ નં.10માં જાહેર કરાયેલ ભાજપના ઉમેદવારો સામે નારાજગી હોય વોર્ડ નં.10ના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
વિરોધનો વંટોળ શહેર ભાજપ કાર્યાલયે પહોંચતા ભાજપ કાર્યાલયે લોકોના ટોળા એકઠા થયા હતાં.