સરકારી આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓ દ્વારા મહિલા દિવસ નિમિત્તે પગારના મુદ્દે ગુજરાત સરકારના બજેટની હોળી કરી વિરોધ વ્યકત કર્યો હતો.
સરકારી આંગણવાડીમાં ફરજ બજાવતી અનેક બહેનોએ ગુજરાત સરકાર દ્વારા અન્યાય થતો હોય તેવા પોકાર સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના નવા બજેટની જાહેરમાં હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અગાઉ પણ આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની માંગણીઓ અંગે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ સરકાર દ્વારા તેમની રજૂઆત સાંભળી ન હોય, મોટી સંખ્યામાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓએ પગાર વધારો કરવાની માંગણીના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.