Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસરગમ નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ - VIDEO

સરગમ નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ – VIDEO

સ્વામીનારાયણ સંપ્રદાયના સંત તથા પત્રકારોના હસ્તે દિપપ્રાગટ્ય

છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગરમાં નવરાત્રીના પ્રારંભ સાથે સોમવારે પ્રથમ નોરતે પ્રાચીન ગરબીઓમાં બાળાઓ દ્વારા અવનવા રાસ રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સરગમ નવરાત્રી મહોત્સવનું સંતો તથા પત્રકારો સહિતના મહાનુભાવોના હસ્તે દિપપ્રાગ્ટય કરાયું હતું.

- Advertisement -

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી ઠેર-ઠેર માતાજીની આરાધના થશે જામનગરમાં અંદાજિત 500 થી વધુ સ્થળોએ પ્રાચિન ગરબીના આયોજનો થયા છે. જામનગર સહિત હાલાર પંથક નવ દિવસ સુધી માતાજીની ભક્તિના રંગે રંગાશે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં નવલા નોરતાને લઇ માતાજીના ભકતોમાં તથા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગરમાં લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સરગમ નવરાત્રી મહોત્સવમાં 142 જેટલી બાળાઓ પાંચ ગ્રુપમાં વિવિધ અવનવા રાસ રજૂ કરે છે. ખાસ કરીને માડી તારા અઘોર નગારા વાગે, રૂમઝૂણ બાજે ઘૂઘરા, ડાકલા સહિતના રાસો પ્રચલીત છે. ગઇકાલે બેડીગેઇટ સ્વામીનારાયણ મંદિરના સ્વામી પ.પૂ. ચત્રભુજદાસજી મહારાજ તથા જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઇ રાવલ, ખબર ગુજરાતના રીપોર્ટર અને જામનગર પત્રકાર મંડળના ખજાનચી સુચીત બારડ, ખબર ગુજરાતના જયેશભાઇ ધોળકીયા સહિતના પત્રકારોના હસ્તે સરગમ નવરાત્રી મહોત્સવમાં દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular