ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતી ઉષાબા બાબુભા જાડેજા નામની 20 વર્ષની અપરણિત યુવતીએ ગત તા. 21 એપ્રિલના રોજ સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા મનહરબા બાબુભા ખાનાજી જાડેજા (ઉ.વ. 45) એ સલાયા મરીન પોલીસને કરી છે.
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ લખમણભાઈ પરમાર નામના 58 વર્ષના આધેડને છેલ્લા ઘણા સમયથી મગજની બીમારી હોય, ઓખા નજીકના શામળાસર વાડી વિસ્તારમાં તેમનું હૃદયરોગના હુમલા જેવા કારણથી મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર અમિત ભગવાનજીભાઈ પરમારએ ઓખા મરીન પોલીસને કરી છે.


