Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રઝળતાં ઢોર મુદ્દે રિટ પિટિશન કરવા શરૂ કરાયું ઓનલાઇન કેમ્પેઇન

જામનગરમાં રઝળતાં ઢોર મુદ્દે રિટ પિટિશન કરવા શરૂ કરાયું ઓનલાઇન કેમ્પેઇન

લેડિસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શેતલ શેઠ કરશે પિટિશન : કલાકોમાં જ 1000થી વધુ શહેરીજનો પિટિશનમાં જોડાવા તૈયાર થયા

- Advertisement -

જામનગર શહેરમાં સળગતો પ્રશ્ન બની ગયેલી રઝડતાં ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવા માટે જામનગરના મહિલા અગ્રણી અને લેડિસ ચેમ્બર ઓફ કોમર્સની પ્રેસિડન્ટ શેતલ શેઠએ શહેરીજનોને જોડવા માટે ઓનલાઇન કેમ્પેઇન શરૂ કર્યું છે.તેમના આ કેમ્પેઇનને જબરો પ્રતિસાદ સાંપડયો છે એન કલાકોમાં જ 1000થી વધુ શહેરીજનો પિટિશનમાં જોડાવા માટે તૈયાર થઇ ગયા છે.

લેડિસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શેતલ શેઠ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન માટેનો એક ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાં અનુસાર જામનગર શહેરમાં ઘણાં લાંબાં સમયથી રઝડતાં ઢોરની સમસ્યા ત્રાસ દાયક બની ગઇ છે. જાહેર માર્ગો પર બુલફાઇટ જેવાં દ્રશ્યો જોવાં મળી રહ્યા છે. માર્ગો પર ટહેલતાં અને આખડતાં પશુઓ શહેરના નાગરિકોને અડફેટે લઇ ગંભીર પ્રકારની ઇજા પહોચાડવાના બનાવો પણ બની રહ્યા છે.

જામ્યુકોનું તંત્ર બેદરકારી દાખવી આવા પશુઓને પકડવાને બદલે તેના પ્રત્યે આખ આડા કાન કરી રહ્યું છે. જયારે પશુમાલિકો સામે પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહાપાલિકાના પશુ વિભાગ દ્વારા પશુપકડવાની કામગીરી અને તેને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. ત્યારે જામનગર શહેરની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્વરિત પગલાંની આવશ્યકતા ઉભી થઇ છે. ત્યારે આ મુદ્દે આ પિટિશનના આધારે સંજ્ઞાન લઇ જામનગર મહાપાલિકાના તંત્રને તાકિદે પગલાં લેવા માટે આદેશ કરવામાં આવે તેવી માંગણી છે.

ઓનલાઇન પિટિશન કેમ્પેઇન અંગે શેતલ શેઠે જણાવ્યું હતું કે, કેમ્પેઇન લોન્ચ કર્યાના ગણતરીના કલાકોમાં 1000થી વધુ લોકો આ પિટિશનમાં જોડાવા માટે તૈયાર થઇ ગયા છે. જે સુચવે છે કે શહેરીજનો આ સમસ્યાથી કેટલાં ત્રસ્ત છે. તેમણે કહ્યું કે, જામનગર લેડિસ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે.

આ કેમ્પેઇનમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો

- Advertisement -

https://www.change.org/jamnagaranimalissue

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular