Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી યુવતીઓને ફસાવતો વૃદ્ધ ઝડપાયો

Video : ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી યુવતીઓને ફસાવતો વૃદ્ધ ઝડપાયો

- Advertisement -

ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, ન્યુડ કોલીંગ કરાવી, ફોટાની નકલ રાખી બ્લેકમેઇલ કરનાર તથા વાયરલ કરનાર વૃદ્ધને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ એક શખ્સ “ઇન્સ્ટાગ્રામ” ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમા લઇને ન્યુડ કોલીંગ કરાવી, ફોટા ની નકલ રાખી બ્લેકમેઇલ કરી યુવતી સંબંધ તોડી નાખે તો યુવતિઓના અંગત ફોટા વાયરલ કરતો. અને વધુ વાયરલ કરી સમાજમા બદનામ કરવાની ધાક-ધમકી આપતો હોવા અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો હતો. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહીલા કર્મચારીઓની વિશેષ ટીમ સતત તપાસમાં હતી. જે દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વુમન પો.કોન્સ.પુજાબેન ધોળકીયા દ્વારા સોશ્યલ મિડીયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી માહીતી મંગાવી ISP રીપોર્ટ તથા IPDR નું ટેકનીકલ એનાલીસીસ કરી, બ્લેકમેઇલ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢયા હતા.

- Advertisement -

જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સિદસર ગામના આવતા હોય જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને સાયબર ક્રાઇમના પી.આઈ પી.પી.ઝા ના માર્ગદર્શન હેઠળ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે જામજોધપુર તાલુકાના સીદસર ગામના રસિકલાલ નારણભાઈ વડાલીયા નામના 63 વર્ષીય વૃદ્ધને ઝડપી લીધો હતો. આ વૃદ્ધ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ-ડી બનાવી, કાલાવાડ તથા જામજોધપુર તાલુકાની છોકરીઓની આઇ.ડી શોધી ફેંન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.ત્યારબાદ તેમને પ્રેમજાળમા ફસાવી છોકરીઓના અશ્લિલ ફોટા તથા વિડીયો મંગાવી પોતાના મોબાઈલમાં સેવ કરી જો કોઈ યુવતી સંબંધ તોડી નાખે તો સગા-સંબંધીને મોકલી વાઇરલ કરી સમાજમા બદનામ કરવાની ધાક-ધમકી આપી સંબંધ રાખવા માટે મજબુર કરતો હતો.

આ કામગીરી પી.આઈ. પી.પી.ઝા તથા પી.એસ.આઈ. એ.આર.રાવલ એ.એસ.આઈ. ડી.જે.ભૂસા, હે.કો. ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,પો.કો. ધર્મેશભાઈ વનાણી, રાજેશભાઈ પરમાર, રાહુલભાઈ મકવાણા,WPC રંજનાબેન વાધ, LRPC વિકીભાઈઝાલા, જેશાભાઈ ડાંગર, પૂજાબેન ધોળકિયા, WLR નીલમબેન સિસોદીયા, ગીતાબેન હીરાણી, અલ્કાબેન કરમૂર દ્વારા કરવામાં આવી હતી. આરોપીના મોબાઇલમાં અન્ય ર થી ૩ કોલેજ જતી યુવતીઓ ના અંગત ફૉટા તથા વિડીયો મળી આવ્યા હોય જેથી અન્ય કોઇ યુવતીઓ બ્લેકમેઇલના શીકાર બન્યા હોય તો સાયબર કાઇમ પો.સ્ટે ખાતે સંપર્ક કરવા સાયબર કાઇમ પોલીસ દ્વારા જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular