Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરના વૃધ્ધને કેન્સર ડિટેકટ થતાં પાંચમા માળેથી ઝંપલાવ્યું

Video : જામનગરના વૃધ્ધને કેન્સર ડિટેકટ થતાં પાંચમા માળેથી ઝંપલાવ્યું

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 12માં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધનો કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મનમાં લાગી આવતાં બિલ્ડીંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર પટેલ કોલોની શેરી નં. 12ના ખુણે આવેલા સિલ્વર હાઇટસમાં રહેતાં વૃજલાલભાઇ અમૃતલાલ રાવલ (ઉ.વ.83) નામના વૃધ્ધની તબિતય લથડતાં તેમના કેન્સરના રિપોર્ટ કરાવ્યા હતાં. જે રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. કેન્સર ડિટેકટ થતાં મનમાં લાગી આવતાં આજે સવારના સમયે તેના બિલ્ડીંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં નીચે પટકાતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular