Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહરીપર ગામે બીજા માળેથી પટકાયેલ વૃદ્ધાને વન્ય પ્રાણીઓએ બચકા ભરતા મૃત્યુ

હરીપર ગામે બીજા માળેથી પટકાયેલ વૃદ્ધાને વન્ય પ્રાણીઓએ બચકા ભરતા મૃત્યુ

95 વર્ષના વૃદ્ધા બીજામાળેથી અકસ્માતે પડી જતાં ગંભીર ઈજાઓ

- Advertisement -

લાલપુર તાલુકાના હરીપર ગામમાં વૃદ્ધા બીજા માળેથી પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અને વન્ય પ્રાણીઓએ બચકા ભરતા મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં કંચનબા હરીસંગ જાડેજા (ઉ.વ.95) નામના વૃધ્ધા ગત તા. 7 ના સાંજના પોતાના પરિવાર સાથે હતાં. તે દરમિયાન રાત્રિના સમયે કોઇપણ કારણોસર પોતાના રહેણાંક મકાનના બીજા માળેથી અકસ્માતે પટકાતા માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ વન્ય પ્રાણીઓએ બચકા ભરતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની પરિવારજનોને જાણ થતા યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા એ લાલપુર પોલીસને જાણ કરતા લાલપુરના હેકો એ.એમ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular