Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ તાલુકાના નાની વાવડી નજીક બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

કાલાવડ તાલુકાના નાની વાવડી નજીક બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

પેટ્રોલ પુરાવી વૃધ્ધ તેના ગામ જતા હતાં તે સમયે પાટીયા પાસે અકસ્માત : કાલાવડ તરફથી આવી રહેલો બાઈકચાલક ધડાકાભેર પ્રૌઢના બાઈક સાથે અથડાયો : પોલીસ દ્વારા બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના જૂના પાટીયા પાસે શનિવારના સવારના સમયે બે બાઈક સામસામા અથડાતા વૃદ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે સામેના બાઈકચાલકને પણ ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના વતની પ્રેમજીભાઈ રામજીભાઈ સાંગાણી (ઉ.વ.75) નામના વૃદ્ધ શનિવારે સવારના 10 વાગ્યાના અરસામાં જીજે-03-એએફ-4709 નંબરના બાઈક પર પેટ્રોલ પુરાવી નાની વાવડી પરત આવતા હતા ત્યારે ગામના જૂના પાટીયા પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે કાલાવડ તરફથી પૂરપાટ આવી રહેલા જીજે-37-એન-7515 નંબરના બાઈકસવારે વૃદ્ધના બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધ પ્રેમજીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સામેના બાઈકસવારને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતક વૃદ્ધના પુત્ર અશ્ર્વિનભાઈના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular