જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસેની હોટલ નજીક રેલવે પાટા ક્રોસ કરતા સમયે અજાણ્યા વૃધ્ધ ટ્રેન સાથે અથડાતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ માલધારી હોટલની બાજુમાં આવેલા રેલવે ટે્રક પરથી સોમવારે બપોરના સમયે પાટા ક્રોસ કરતા અજાણ્યા વૃધ્ધ પસાર થતી ટ્રેન સાથે અથડાતા અકસ્માતમાં વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગેની આશિષકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન.જે. રાવલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ આરંભી હતી.