Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમેથાણ ગામ નજીક બાઇકસવારે હડફેટે લેતા વૃધ્ધનું ઘટનાસ્થળે મોત

મેથાણ ગામ નજીક બાઇકસવારે હડફેટે લેતા વૃધ્ધનું ઘટનાસ્થળે મોત

શરીરે અને માથામાં ઈજા પહોંચતા પ્રાણપંખેરું ઉડી ગયું : અકસ્માત બાદ ચાલક બાઈક મુકી નાશી ગયો : પોલીસ દ્વારા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામજોધપુર તાલુકાના મેથાણ ગામ તરફ જવાના માર્ગ પરથી પૂરઝપડે બેફીકરાઈથી આવતા બાઈકસવારે વૃધ્ધને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક બાઈક મુકી નાશી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સડોદર ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા અમરાભાઈ વસતાભાઈ ભદરુ નામના વૃધ્ધ સોમવારે સાંજના સાત વાગ્યાના અરસામાં તેના ખેતર સામે આવેલા મેથાણ ગામ તરફ જવાના માર્ગ પરથી જતા હતાં તે દરમિયાન પૂરઝડ5ે બેફીકરાઈથી આવતા જીજે-03-એસ-4190 નંબરના બાઇકસવારે વૃધ્ધને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક બાઈક મૂકી નાશી ગયો હતો ત્યારબાદ બનાવની જાણના આધારે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પોલીસે મૃતકના પુત્ર મનસુખભાઈના નિવેદનના આધારે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular