જામનગર તાલુકાના અલિયાબાડા રણુજા મંદિર સામે આવેલા વૃદ્ધાશ્રમમાં બીમારી સબબ બેશુદ્ધ થઈ જતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રણુજા મંદિર સામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતાં વિનોદભાઈ બી. દરજી (ઉ.વ.70) નામના વૃધ્ધને બુધવારે સવારના સમયે બીમારી સબબ એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દામજીભાઈ સોરઠીયા દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.