Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરનાગમતી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા વૃદ્ધનું મોત

નાગમતી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા વૃદ્ધનું મોત

પત્નીને દાઢી કરાવવા જવાનું કહી ચાલ્યા ગયેલા યુવાનનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

જામનગર તાલુકાના મકવાણા ગામમાં વૃદ્ધ સપ્તાહ પૂર્વે તેના ખેતરેથી ઘરે આવતા હતાં તે દરમિયાન નાગમતી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગરના દિવ્યાંગ બીમાર યુવાન ઘરેથી દાઢી કરાવવા જવાનું કહીને ચાલ્યા ગયા બાદ ગોરધનપરના લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના મકવાણા ગામમાં રહેતા ખેતી કરતા અમરશીભાઈ હમીરભાઈ બોચીયા (ઉ.વ.66) નામના વૃદ્ધ ખેડૂત ગત તા.28 ના રાત્રિના સમયે તેના ખેતરેથી ઘર તરફ આવતા હતાં તે દરમિયાન રસ્તામાં ગામની સીમમાં આવેલી નાગમતિ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે વૃદ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર ગોવિંદભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરમાં રહેતાં બસીરભાઈ ઈબ્રાહિમભાઈ ખીરા (ઉ.વ.42) નામના માનસિક બીમાર યુવાન તેની પત્નીને દાઢી કરાવવાનું કહી ઘરેથી ચાલ્યા ગયા બાદ ગત તા.04 ના સાંજના સમયે ગોરધનપરના લહેર તળાવના નાળામાં મૃતદેહ મળી આવતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ રહીમના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular