Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ખીમલિયા નજીક અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા વૃદ્ધનું મોત

જામનગરના ખીમલિયા નજીક અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા વૃદ્ધનું મોત

મંગળવારે વહેલીસવારે અકસ્માત: વૃદ્ધનું મોત નિપજાવી વાહનચાલક પલાયન : પોલીસ દ્વારા ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં મારૂ કંસારા હોલની પાછળના વિસ્તારમાં રહેતાં વૃદ્ધ ખેતરેથી ઘર તરફ આવતા હતાં ત્યારે ખીમલિયા ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા વાહને વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવતા પડી જતાં માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલની પાછળ આવેલા જય સરદારનગર વિસ્તારમાં રહેતાં ગણેશભાઈ ચોવઢીયા નામના વૃદ્ધ મંગળવારે વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં તેના ખેતરેથી જામનગર ઘર તરફ આવતા હતાં ત્યારે ખીમલિયા ગામના પાટીયા નજીક પહોંચ્યા તે સમયે તેના જીજે-23-એએલ-5129 નંબરના એકસેસ બાઈકને પાછળથી પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહને ઠોકરે ચડાવી હડફેટે લેતા વૃદ્ધ બાઈક પરથી નીચે પટકાયા હતાં. જેમાં તેને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર જગદીશભાઈ ચોવટીયાએ આપેલા નિવેદનના આધારે પોલીસે નાશી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular