Monday, July 1, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ખુટીયાએ ઢીકે ચડાવતા વૃદ્ધાનું મોત

ખંભાળિયામાં ખુટીયાએ ઢીકે ચડાવતા વૃદ્ધાનું મોત

સપ્તાહ પૂર્વે રસ્તા પર હડફેટે લેતા ગંભીર ઈજા : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગામમાં રહેતાં વૃદ્ધાને એક સપ્તાહ પહેલાં રજડતા ખુટીયાએ હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેરમાર્ગો પર રખડતા અબોલ પશુઓ અને ખુટીયાઓના ત્રાસના કારણે અવાર-નવાર વાહનચાલકો કે રાહદારીઓનો ભોગ લેવાતો હોય છે અને અકસ્માતમાં અનેક વખત લોકોના મોત નિપજવાની ઘટનાઓ બનતી હોય છે. રસ્તે રઝડતા પશુઓ મામલે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી લાંબા સમયની કોઇ કાર્યવાહી કરી નથી. હાલારમાં પણ રસ્તે રખડતા ઢોર શહેરીજનોને હડફેટે લેતા હોય છે અને તેમાં પણ મોત નિપજવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતાં રતનબેન મુળજીભાઇ કછટીયા (ઉ.વ.62) નામના વૃદ્ધને ગત તા.22 ના રોજ રસ્તે રખડતા ખુટીયાએ હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ મુળજીભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular