Monday, December 23, 2024
Homeરાજ્યમીઠાપુર નજીક ક્રેઈન હેઠળ દબાઈ જતાં વૃદ્ધનું મૃત્યુ

મીઠાપુર નજીક ક્રેઈન હેઠળ દબાઈ જતાં વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર પંથકમાં રહેતા એક વૃદ્ધ ઉપર ક્રેઈનનું ટાયર ફરી વળતાં આ વૃદ્ધનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા લખમણભાઈ અરજણભાઈ વાઢેર (સીરુકા) નામના અનુસૂચિત જાતિના વૃદ્ધ ગઈકાલે રવિવારે સાંજના સમયે આરંભડા બસ સ્ટેશન પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા રહેલા જી.જે. 12 એ.એન 0571 નંબરના એક હાઇડ્રોલિક ક્રેઈનના ચાલકે લખમણભાઈને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ક્રેઈનનું તોતિંગ ટાયર લખમણભાઈ વાઢેરના માથા પર ફરી વળતાં તેમને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ થતાં તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માત સર્જી, ક્રેઈનનો ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર મનસુખભાઈ લખમણભાઈ વાઢેર (સીરુકા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ક્રેઈનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular