કાલાવડ શહેરમાં મૂળીલા ગેટ પાસે આવેલ પાણીના ટાકા પરથી લોખડનો પાઇપ કાર પર પડતા કારને નુકશાની પહોચી હતી સદનશીબે કોઈ જાનહાની થઇ ન હતી. નગરપાલિકા ની ધોર બેદરકારી સામે લોકોમાં રોષ છવાયો છે.
કાલાવડ નગરપાલિકા ની ધોર બેદરકારી સામે આવી છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાલાવડ શહેરમાં મૂળીલા ગેટ પાસે આવેલ પાણીના ટાકા પરથી લોખડનો પાઇપ મોટર કાર ઉપર પડ્યો હતો. કાર મલિક નો આબાદ બચાવ થતા સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી. આગાઉ પણ આવી જ રીતે દુર્ઘટના બની છે. નગરપાલિકા દ્વારા કોઈ પગલાં નથી લેવાતા. ત્યારે શુ નગરપાલિકા જાનહાની થાય તેની રાહ જોવે છે. તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.