જામનગર શહેરમાં દુકાનમાંથી કપડાની ખરીદીના બહાને તસ્કરે આઈફોનની ચોરી કર્યાના બનાવમાં એલસીબીની ટીમે ચોરાઉ આઈફોન સાથે તસ્કરને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બા ક્રીએશન નામની મયુરસિંહ જાડેજાની કપડાની દુકાનમાં ગત શનિવારે ખરીદી કરવાના બહાને બે અજાણ્યા શખ્સો દુકાનમાં આવ્યાં હતાં અને તે દરમિયાન મયુરસિંહનો આઈફોન 11 પ્રો મેકસ મોબાઇલની ચોરી કરી ગયા હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના દિલીપ તલાવડિયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે દિગ્જામ સર્કલ પાસેથી મહેન્દ્ર શુકલ વઢીયાર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.50 હજારની કિંમતનો ચોરાઉ આઈફોન 11 પ્રો મેકસ મોબાઇલ ફોન મળી આવતા ધરપકડ કરી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.