Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા રાસ સ્પર્ધા યોજાઈ

Video : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા રાસ સ્પર્ધા યોજાઈ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા તા.21 અને તા.22 સપ્ટેમ્બરના રોજ આંતર શાળા રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના ટાઉનહોલ ખાતે આંતરશાળા રાસ સ્પર્ધા યોજાઇ હતી.

- Advertisement -

જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તકે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષ કનખરા, ઉપાધ્યક્ષા પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ આંતરશાળા રાસ સ્પર્ધાની ફાઈનલ સ્પર્ધા આગામી તા.25 ના પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તા સર્કલ, સરગમ નવરાત્રિ મહોત્સવના સ્ટેજ પર યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular