પીએમ કેન્દ્રીય વિદ્યાલય નં. 2 આઇએનએફ લાઇન્સ દ્વારા આંતર શાળા મિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેનો વિષય હતો પરીક્ષા પે ચર્ચા-2024ના ભાગરુપે આ આયોજન કરાયું હતું.
શિક્ષણ મંત્રાલયની સૂચના અનુસાર વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગરની વિવિધ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના માનમાં પરાક્રમ દિવસ ઉજવાય છે. ત્યારે છ થીમમાંથી એક થીમ પર ચિત્રો બનાવાયા હતાં.