શ્રાવણ માસના ચોથા અને આખરી સોમવારે જામનગર જિલ્લા જેલ ના કેદીઓ માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ- હાપા જામનગર, તેમજ વી .વી. ચેરીટેબલ ટ્રસ્ટના નટુભાઈ ત્રિવેદી તરફથી શ્રાવણ માસની પૂર્ણાહુતિના અનુસંધાને સાંજના સમય ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જામનગર જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ એમ. એન. જાડેજા અને જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી તથા વિ .વિ.ચેરીટેબલ ટ્રસ્ટના નટુભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેદી અને જેલ સ્ટાફ સાથે લગભગ 550 લોકોએ જલારામ બાપા ની પ્રસાદી નો લાભ લીધો હતો. આ મહા પ્રસાદ વિતરણમાં રાજુભાઈ હિંડોચા, નવનીત ભાઈ સોમૈયા, ભાવેશભાઈ દતાણી વગેર સેવા દેવામાંજોડાયાહતા.