ગુજરાતની સરકારી યુનીવર્સીટીઓને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે. સરકારે નવેમ્બરનો જુનો ઠરાવ રદ કરી દેતા હવે યુનીવર્સીટી 3 વર્ષ માટે હંગામી ધોરણે ખાલી જગ્યાઓની ભરતી કરી શકશે. ગત વર્ષે નવેમ્બરમાં સરકાર દ્વારા યુનીવર્સીટીઓની સત્તા પર કાપ મૂકતા તમામ પ્રકારની ભરતી કરતા પહેલાં સરકાર સાથે પરામર્શ કરીને પૂર્વ મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો.
નવેમ્બર મહિનામાં સરકાર દ્વારા યુનીવર્સીટીઓની સત્તા પર કાપ મુકવામાં આવતા વિવાદિત ઠરાવના પગલે કુલપતિઓમાં નારાજગી ફેલાઈ હતી. અને તમામ યુનીવર્સીટીઓમાં ભરતી પ્રક્રિયા રોકવામાં આવી હતી. આથી કુલપતિઓએ આ બાબતે રજૂઆત કરતા અંતે સરકારે અગાઉનો ઠરાવ રદ કર્યો છે. અને સુધારા સાથેનો નવો ઠરાવ પસાર કર્યો છે. હવે નવા ઠરાવ મુજબ રાજ્યની સરકારી યુનીવર્સીટીઓએક્ટ પ્રમાણેની ચૂંટણી કરી શકશે તેમજ હંગામી અને મહેકમ સામે ખાલી પડેલી જગ્યાઓ ત્રણ વર્ષની મુદતમાં સરકારની મંજૂરી વગર ભરી શકશે.
મંજૂર મહેકમની જગ્યાઓ પર વયનિવૃતિ, અવસાન કે રાજીનામા કે વીઆરએસ સહિતના કારણોના લીધે ખાલી પડેલી જગ્યાઓ જો રદ ન થઈ હોય કે અબેયન્સમાં ન ગઈ હોય તો તેવી જગ્યાઓને યુનિ.ઓ 2019ના પરિપત્રથી ભરવાની કાર્યવાહી કરી શકશે. તેમજ એક્ટ મુજબ ચૂંટણી પણ કરી શકશે અને સિન્ડીકેટની મંજૂરીથી નાણાંકીય બાબતોના નિર્ણયો પણ કરી શકશે