Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયનીટના પીજી કાઉન્સિલિંગનો માર્ગ મોકળો

નીટના પીજી કાઉન્સિલિંગનો માર્ગ મોકળો

સુપ્રિમકોર્ટે ઓબીસી અને ઇડબલ્યુએસ આરક્ષણને આપી મંજૂરી

- Advertisement -

સુપ્રીમ કોર્ટે નીટ પીજી કાઉન્સિલિંગ વિશે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે 27% ઓબીસીને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, અમે ઓબીસી આરક્ષણને મંજૂરી આપી રહ્યા છે. કાઉન્સિલિંગ તુરંત શરૂ કરવાની જરૂર છે. તેની સાથે 10% ઇડબ્લ્યુએચ આરક્ષણ પણ રાખવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ડોક્ટરોએ ખુશી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ સત્ર માટે ચાલુ આરક્ષણને મંજૂરી આપતા કહ્યું છે કે, આગામી સેશન માટે કોટા સીટો પર આરક્ષણ મુદ્દે કોર્ટ માર્ચ મહિનામાં સુનાવણી કરશે. કોર્ટના નિર્ણય પછી નીટ પીજી કાઉન્સિલિંગ અને એડ્મિશનનો રસ્તો સરળ થઈ ગયો છે. નોંધનિય છે કે, ઘણાં લાંબા સમયથી રેસિડન્સ ડોક્ટર્સે કાઉન્સિલિંગ શરૂ કરવાની માંગણી સાથે પ્રદર્શન કર્યા હતા. એમસીસી ટૂંક સમયમાં જ કાઉન્સિલિંગની તારીખો જાહેર કરશે.પોતાના નિર્ણયમાં સુકપ્રમ કોર્ટે કહ્યું છે કે, કાઉન્સિલિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ. આ રાષ્ટ્રહિતમાં છે, કારણકે દેશમાં હાલ રેસિડન્સ ડોક્ટર્સની ખૂબ અછત છે. કોર્ટમાં બેન્ચે કહ્યું કે, અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકારીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ 2021ની જાહેરાત અધિસૂચના પ્રમાણે નીટ પીજી અને યુજીની કાઉન્સિલિંગ આયોજીત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે નક્કી કરેલા માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular