Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સટોક્યો ઓલિમ્પિક્સમાં બની એવી ઘટના, જે યુગો સુધી યાદ રાખવામાં આવશે

ટોક્યો ઓલિમ્પિક્સમાં બની એવી ઘટના, જે યુગો સુધી યાદ રાખવામાં આવશે

- Advertisement -

ટોક્યો ઓલિમ્પિક્સમાં ખેલદિલીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જેને લોકો યુગો સુધી યાદ રાખશે. સામાન્ય રીતે ઓલિમ્પિક્સમાં દરેક ખેલાડીનું સપનું ગોલ્ડ જીતવાનું હોય છે. પરંતુ કતારના એથ્લીટ મુતાજ એસ્સા બારશિમની ખેલદિલીથી વિશ્વ આખું તેની પ્રશંસા કરી રહ્યું છે. બારશિમે ફાઈનલમાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઈટાલીના ગિયાનમાર્કો તાંબેરી સાથે ગોલ્ડ મેડલ શેર કર્યો. જેના પરિણામે તેના ખુબ વખાણ થઇ રહ્યા છે.

- Advertisement -

હાઈ જંપ ફાઈનલમાં 30 વર્ષિય બરશિમ અને 29 વર્ષિય ટેમ્બરીએ 2.37 મીટર જંપની સાથે આ રમત પુરી કરી હતી. બંનેએ 2.39 મીટર જંપ મારવાની કોશિશ કરી પણ બંને નિષ્ફળ રહ્યા.આ ઊંચાઈ પર બરશીમ અન ટેમ્બરી બંનેએ ત્રણ-ત્રણ કોશિશ કરી અને ત્રણેયમાં ફેલ રહ્યા. તેના પર ઓલંપિક ઓફિશિયલે બંનેને જંપ ઓફ વિશે જણાવ્યુ અને કહ્યુ કે, તેમાં જે જીતશે તે ગોલ્ડ મેડલ લઈ જશે.

- Advertisement -

પણ આ દરમિયાન બરશીમે પૂછ્યુ કે કેન વી શેયર ધ ગોલ્ડ મેડલ?  ત્યારે રેફરીએ કહ્યું કે હા એવું થઇ શકે.અને બાદમાં બન્ને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ શેર કરી ઈતિહાસ રચ્યો છે.

બારશિમે પોતાના આ ઐતિહાસિક ચુકાદા બાદ કહ્યું- રમતમાં જીતવું જ બધુ નથી. અમે આગામી પેઢીને સંદેશ આપ્યો છે કે કેવી રીતે રમવું જોઈએ. કેવી રીતે પોતાના સ્પર્ધકોનું પણ સન્માન કરવું જોઈએ અને જે હકદાર છે તેમની સાથે સફળતા શેર કરવી જોઈએ. અને બન્નેને ગોલ્ડ મળતા એક બીજાને ભેંટી પડ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular