Saturday, January 10, 2026
Homeરાજ્યખંભાળિયામાં રખડતા આખલાએ ઢીંકે ચડાવતા વૃદ્ધાને ગંભીર ઇજા

ખંભાળિયામાં રખડતા આખલાએ ઢીંકે ચડાવતા વૃદ્ધાને ગંભીર ઇજા

ખંભાળિયા નજીકના વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાને રસ્તે રઝળતા આખલાએ ઢિંકે લેતા આ મહિલાને ગંભીર ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર વિસ્તારની વીંધાણી વાડી ખાતે રહેતા વીરૂબેન વાલજીભાઈ કણજારીયા નામના 85 વર્ષના મહિલા ગઈકાલે અહીંના બજાણા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર એક બળદએ વીરૂબેનને ઢિંક મારી દેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે કોઈ જીવને બનાવ બને તે પૂર્વે રસ્તે રઝડતા ઢોરના ત્રાસને નાથવા મહિલાના પરિવારજનો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular