Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરડમ્પરે ઠોકર મારતા કાર આગળ જતા ટ્રક સાથે અથડાતા વૃદ્ધાનું મોત

ડમ્પરે ઠોકર મારતા કાર આગળ જતા ટ્રક સાથે અથડાતા વૃદ્ધાનું મોત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગુરૂવારે બપોરે ગમખ્વાર અકસ્માત: રાજકોટના વૃદ્ધને ઈજા : ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાનું મૃત્યુ : પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગુરૂવારે બપોરના સમયે પસાર થતી રાજકોટ પાસીંગની કારને પાછળથી આવતા ડમ્પરચાલકે ઠોકર મારતા કાર આગળ જતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વૃદ્ધાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જેતપુરમાં સુદામાનગર વિસ્તારમાં રહેતાં અને સ્ટોનક્રશરના વ્યવસાયી નગાભાઈ ઉર્ફે નગાજણ લખાભાઈ સોલંકી (ઉ.વ.70) નામના વૃદ્ધ ગુરૂવારે બપોરના સમયે તેની જીજે-03-સીએચ-6207 નંબરની ફોર્ડ ફિયસ્ટા કારમાં જતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે વૃધ્ધની કારને ઠોકર મારી હડફેટે લેતા કાર આગળ જતા જીજે-12-બીડબલ્યુ-5373 નંબરના ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલા વૃધ્ધાને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે વૃદ્ધને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની નગાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular