બિહારના બોધ ગયા માં ભારતીય આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીનું એક એરક્રાફ્ટ જેમાં બે તાલીમી પાઇલટ હતા તે એરક્રાફ્ટ ટેક-ઓફ કર્યા પછી ગઈકાલે ક્રેશ થયું હતું. બોધ ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર બંગાજીત સાહાના જણાવ્યા અનુસાર બંને પાઈલટ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક ખેતરમાં પ્લેન ક્રેશ થયું હતું. ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડેલા પ્લેનના વ્હીલને નુકશાન થયું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા 2 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યાર બાદ સૌ સાથે મળી આ એરક્રાફ્ટને ખભા પર ઉઠાવી મુખ્ય માર્ગ સુધી લઇ ગયા હતા. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#india #bihar #planecrash #army #Khabargujarat
'જોર લગાકે હઈશા'
બિહારના બોધ ગયામાં ભારતીય આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીનું એક એરક્રાફ્ટ ક્રેશ થતા ગ્રામીણોએ એરક્રાફ્ટને ખભા ઉપર ઉઠાવી મુખ્ય માર્ગ સુધી લઇ ગયા
બે પાઈલટ સુરક્ષિત pic.twitter.com/izQWLPVain
— Khabar Gujarat (@khabargujarat) January 29, 2022

લશ્કરનું એક માઈક્રોલાઈટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા 2 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.