Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅશક્તતા માટે જિલ્લાકક્ષાની સમિતિની રચના કરવા અંગે આવેદનપત્ર પાઠવાયું

અશક્તતા માટે જિલ્લાકક્ષાની સમિતિની રચના કરવા અંગે આવેદનપત્ર પાઠવાયું

દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ દ્વારા રજૂઆત

- Advertisement -

રાઇટ્સ ઓફ પર્સન્સ વીથ ડીસેબિલિટીસ એકટ 2016ની કલમ 72ની જોગવાઇ અનુસાર અસક્તતા માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવા આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર સંચાલિત દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ અનુસાર રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીસ એકટ 2016ની કલમ 72ની જોગવાઇ અનુસાર અસક્તતા માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવા કાર્યવાહી ચાલી રહી છે. જામનગર જિલ્લાની અસક્તતા માટેની જિલ્લા કક્ષાની સમિતિમાં બિન સરકારી સભ્યોની નિમણૂંક કરવા કરાયેલ રજૂઆત અંગે સરકારને કરાયેલ દરખાસ્ત અંગે વ્હેલીતકે કાર્યવાહી કરી જામનગર જિલ્લાના દિવ્યાંગ સમુદાયને ધારાસર લાભાન્વીત કરવા માગણી કરવામાં આવી છે. દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, ઉપપ્રમુખ જાયણીબેન મોઢા, સેક્રેટરી રિયાબેન સીતારા, કારોબારી સભ્ય અંજુમાબેન બેલીમ તથા કુલસુમબેન શેખ સહિતના મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular