આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અનુસુચિત જાતિના નાગરિકોને વિવિધ અન્યાય કરતાં પ્રશાસનિક ખાતા અંગેનું આવેદનપત્ર પાઠવવા સમસ્ત દલિત સમાજ, જામનગર જિલ્લા દ્વારા સમય ફાળવવાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેર-ગ્રામ્યમાં વસવાટ કરતાં અનુસુચિત જાતિના નાગરિકોની વર્ષો જુની સમસ્યાઓ, સાંથણી ન મળેલ ખેતીની જમીનો ખાલસા કરી નાખવી, અનુસુચિત જાતિના લોકોને સ્મશાન બનાવવાની જમીન ફાળવવામાં પોલીસના ભેદભાવ ભર્યા વલણના રિપોર્ટથી અન્યાય કરવો, દેશી દારૂનો વેપાર સહિતના પ્રશ્ર્નોના નિરાકરણ થતાં ન હોય આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજૂઆત કરવા અને આવેદનપત્ર પાઠવવા માટે સમય ફાળવવા માગણી કરવામાં આવી છે. સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.