Sunday, November 10, 2024
Homeરાજ્યજામનગરપશુ લાયસન્સ માટેના કાયદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

પશુ લાયસન્સ માટેના કાયદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

અખિલ વિશ્વ ગૌ-સંવર્ધન પરિષદ અને ગોપાલક માલધારી સેના દ્વારા કાયદો મુલત્વી રાખવા માગણી

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેનું બિલ લાવવામાં આવનાર હોય, અખિલ વિશ્વ ગૌ-સંવર્ધન પરિષદ તથા ગોપાલક માલધારી સેના દ્વારા ફરજિયાત લાયસન્સ માટેના કાયદાનો વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફરજિયાત લાયસન્સનો કાયદો મુલત્વી રાખવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જોગવાઇ સંદર્ભે બિલ લાવવામાં આવનાર છે. આ કાયદાકીય બિલનો પશુપાલક વર્ગ અને માલધારી સમાજમાં વિરોધ ઉઠયો છે.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોનાના કપળાકાળ દરમિયાન પણ આ સમાજ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ તેમજ લોકોને દૂધ પહોંચાડવાનું કામ દિવસ-રાત એક કરી ભાવ વધારો કર્યા વગર કર્યું છે. ત્યારે આ કાયદાથી સમાજમાં આક્રોશ ફેલાયો છે. આથી આ કાયદો મુલત્વી રાખવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular