ભાટિયા ગામે પુરતુ પાણી વિતરણ થતું ન હોય, ભાટિયાના સરપંચ, પ્રતિનિધિ સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી પુરતુ પાણી આપવા રજૂઆત કરી હતી. આગામી 10 દિવસમાં નિયમિત પાણી વિતરણ નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામને દૈનિક 30 લાખ લીટર ની જરૂરીયાત સામે માત્ર 5 થી 10 લાખ લીટર જેટલું જ પાણી વિતરણ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવે છે તથા મહિના માં અઠવાડીયા થી વધુ દિવસો માં બીલકુલ પાણી વિતરણ કરવામાં ન આવતું હોવાથી ભાટીયા ગામનાં સરપંચ પ્રતિનીધી, ઉપસરપંચ પ્રતિનીધી, જિલ્લા પંચાયતના સદસ્ય તથા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જો આગામી 10 દિવસમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિયમિતપણે પાણી વિતરણ કરવામાં નહિં આવે તો ગામ લોકો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આવેદનમાં અપાઈ હતી.