ઉત્તર પ્રદેશના લખનઉમાં જાહેરમાં એક છોકરીએ કારચાલકને 20થી વધુ તમાચા ઝીંકી દીધા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક કારના ડ્રાઇવરે રોડની સાઈડમાં ચાલી રહેલ યુવતીને સામાન્ય ઠોકર મારી દીધી હતી. આ પછી યુવતી ગુસ્સે થઈ અને કારચાલકને બહાર કાઢીને કાંઠલો પકડીને લાફા માર્યા હતાં.
આ બનાવ શનિવાર રાત્રીના રોજ બન્યો હતો આ વિડીઓમાં જોઈ શકાય છે કે યુવતીએ કેબ ડ્રાઈવરને તમાચા મારી રહી છે. કારની ઠોકર વાગવાથી તેણી ગુસ્સે ભરાઈ અને જાહેરમાં ડ્રાઈવરની ધોલાઈ કરી નાખી. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં સ્થળ પર દોડી આવી હતી.