જામનગર શહેરમાં રાજપાર્ક નજીક આવેલા રંગમતિ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રૌઢ દંપતી વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા પ્રૌઢે શરીરે ઉપર જ્વલનશીલ પદાર્થ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતાં પત્ની પણ દાઝી ગઈ હતી. ત્યારબાદ દાઝી ગયેલા દંપતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાજપાર્ક નજીક આવેલા રંગમતિ પાર્ક શેરી નં.3 માં રહેતા ભીખુભાઈ જીવણભાઈ ગોસ્વામી (ઉ.વ.57) નામના પ્રૌઢને તેમના પત્ની ભગવતીબેન (ઉ.વ.55) સાથે કોઇ બાબતે મનદુ:ખ ચાલતું હતું અને આ મનદુ:ખ સંદર્ભે બોલાચાલી બાદ ઝઘડો થતાં ભીખુભાઈએ તેના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની પત્ની ભગવતીબેન પણ દાઝી ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢ દંપતીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ થતા પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી જઇ ઘટનાની વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી.