Friday, January 16, 2026
Homeરાજ્યફલ્લા નજીક કુતરું આડુ ઉતરતા બાઇક સ્લિપ થતા પ્રૌઢનું મોત

ફલ્લા નજીક કુતરું આડુ ઉતરતા બાઇક સ્લિપ થતા પ્રૌઢનું મોત

જામનગર તાલુકાના ફલ્લા નજીકથી બાઇક પર પસાર થતાં પ્રૌઢની બાઇક આડે કુતરું આવી જતાં સ્લીપ થવાથી માથામાં ગંભીર ઇજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં દલીતવાસમાં ઘાંચીશેરી વિસ્તારમાં રહેતાં દિલિપભાઇ પરષોતમભાઇ પરમાર(ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.13 નવેમ્બરના રોજ રાત્રીના સમયે તેના બાઇક પર ફલ્લા નજીકના માર્ગ પરથી પસાર થતાં હતાં તે સમયે રસ્તામાં બાઇક આડે કુતરુ આવી જતાં કાબુ ગુમાવી દેતા બાઇક સ્લિપ થયું હતું. આ અકસ્માતમાં પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તેમનું સારવાર દરમ્યાન બુધવારે સાંજના સમયે મોત નિપજયાનું તબિબો દ્વારા જાહેર કરાર્યું હતું. બનાવ અંગે પિતરાઇ ભત્રીજા અમીત દ્વારા જાણ કરતાં હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular