ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં છેલ્લા બે વર્ષની નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કોડે લીંબડી ખાતેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના કેસનો આરોપી તન્વીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા નાસતો ફરતો હોય આ દરમ્યાન હાલમાં લીંબડી ખાતે હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કોડના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા રણજીતસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર એલસીબીના પીઆઇ બીએન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા લીંબડી ખાતેથી તન્વીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપ આપ્યો હતો.