Monday, January 12, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પૂરપાટ જતી કાર બેરીકેટ સાથે અથડાતા અકસ્માત

ખંભાળિયા નજીક પૂરપાટ જતી કાર બેરીકેટ સાથે અથડાતા અકસ્માત

ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર આવેલા નરસિંહ ભુવનની પાછળના ભાગે રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમાર નામના 22 વર્ષના શખ્સએ રાત્રિના દોઢ વાગ્યાના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે પર દેવરીયા ચેક પોસ્ટ પાસેથી પોતાની જીજે. 37 બી. 2627 નંબરની ફોચ્ર્યુનર મોટરકારને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી અને સરકારી બેરીકેટને ટક્કર મારી હતી.

- Advertisement -

આમ, સરકારી મિલકતને તોડી પાડી અને નુકસાની પહોંચાડવા સબબ ખંભાળિયા પોલીસે કાર ચાલક વિશ્વરાજસિંહ પરમાર સામે આઈપીસી કલમ 279 તથા એમ.વી. એક્ટ અને પ્રિવેન્શન ઓફ ડેમેજીસ્ટ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular