મહારાષ્ટ્રના નાદેડ જિલ્લાના હોટ્રલ ગામમાં સંરક્ષણ કાર્ય દરમિયાન 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું છે.
ચાણકય કાળમાં મંદિરો માટે પ્રસિધ્ધ હોટ્રલમાં સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગને 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું અને ત્રણ શિલાલેખ પણ મળી આવ્યા છે. જેમાં 1070 ના સમયના દાતાનો ઉલ્લેખ છે તે સમયે કલ્યાણી ચાલુકયોની રાજધાની હતી રાજ્ય પુરાતત્વ વિભાગના નાંદેડ વિભાગના પ્રભારી અમોલ ગોટેએ જણાવ્યું કે, સ્ટ્રકચર શોધવા માટે ચાર ખાડા ખોદવામાં આવ્યાં હતાં. જ્યાં ભગવાન શિવના મંદિરનો પાયો મળ્યો. શિવલીંગય મોટી સંખ્યામાં ઈંટો મળી આવી હતી.