Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતઅમરેલી : 22 માછીમારોની બોટ દરિયામાં તણાઈ, કોસ્ટગાર્ડનું 8 કલાક રેસ્ક્યુ,...

અમરેલી : 22 માછીમારોની બોટ દરિયામાં તણાઈ, કોસ્ટગાર્ડનું 8 કલાક રેસ્ક્યુ, VIDEO

- Advertisement -

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકશાન સર્જાયું હતું. અમરેલીના દરિયાકાંઠે સૂસવાટાભેર 185ની ગતિથી ફૂંકાતા પવનમાં 22 જેટલા માછીમારોની બોટ દરિયામાં તણાઇ રહી હતી. ત્યારે આ 22 માછીમારો એક અન્ય બોટ લઇને તેમની બોટ બચાવા દરિયામાં ગયા હતા. જે દરમિયાન તેઓ જે બોટમાં ગયા હતા તે બોટ પણ તણાવા લાગી હતી. જેની માહિતી કોસ્ટગાર્ડને મળતા કોસ્ટગાર્ડની રેસ્ક્યૂ શીપ દ્વારા આ લોકોને બચાવવા માટે દરિયામાં ઉતર્યા હતા.

- Advertisement -

તૌકતે વાવાઝોડા વચ્ચે વાવાઝોડાની રાત્રે પીપાવાવ કોસ્ટગાર્ડ જવાનો દ્વારા દિલધકડ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામા આવ્યું હતું. શિયાળબેટ ટાપુએ લાંગરેલી જેટલી બોટ વાવાઝોડાના પવનને કારણે દરિયામાં તણાઈ ગઈ હતી. અને 8 કલાકની મહેનત બાદ તમામને બચાવી લેવામાં આવ્યા હતા. તે સમયનો આ દિલધડક વીડિયો સામે આવ્યો છે. 

લગભગ 22 જેટલા માછીમારો પોતાની બોટોને બાંધવા દરિયામાં ગયા હતા. પરંતુ તેઓ વાવાઝોડામાં ફસાઈ ગયા હતા. આવામાં જીવ જોખમ પર આવી જતા માછીમારોને ડૂબવાનો ભય લાગ્યો હતો. તેથી તેઓએ ડૂબી જતા પોર્ટ પર સ્ટેન્ડ બાય કોસ્ટગાર્ડની ટીમે આ દ્રશ્યો જોયા હતા. અને તેમનું રેસ્ક્યુ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular