કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અનેક લોકો મદદે આવ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચન દ્રારા દિલ્હીમાં કોવિડ કેર સેન્ટર બનાવવા માટે રૂ.2 કરોડની સહાય કરી છે. અમિતાભ બચ્ચને દિલ્હીના રકાબ ગંજ ગુરુદ્વારામાં કોવિડ સેન્ટર બનાવવામાં 2 કરોડની મદદ કરી છે. 300 બેડવાળા આ કોવિડ સેન્ટરને ‘શ્રી ગુરુ તેગ બહાદુર કોવિડ કેર ફેસેલીટી’ નામ આપવામાં આવ્યું છે.
આ કોવિડ કેર સુવિધામાં ડોકટરો, પેરામેડિક્સ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન કોન્સેન્ટર્સ વગેરે ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ કોવિડ સેન્ટર આજથી કોરોના દર્દીઓ માટે ખોલવામાં આવશે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
મનજિંદર સિંહ સિરસાએ સોશ્યલ મીડિયા પર કોવિડ કેર સેન્ટરના નિર્માણમાં અમિતાભ બચ્ચનના યોગદાનની પ્રશંસા કરતા લખ્યું હતું – “જ્યારે દિલ્હીમાં રોજ ઓક્સિજનનો અભાવ હતો, ત્યારે અમિતાભ બચ્ચન મને આ કેન્દ્રની પ્રગતિને લઇને રોજ મને બોલવીને સેન્ટરની માહિતી લેતા હતા.
તાજેતરમાં અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે જાણીતા નિર્માતા અને દિગ્દર્શક રોહિત શેટ્ટીએ પણ આ કોવિડ સેન્ટરના નિર્માણ માટે આર્થિક સહાય પૂરી પાડી છે. રોહિત શેટ્ટીની પ્રશંસા કરતી વખતે, તેમણે તેમના દ્વારા દાન કરેલી રકમનો ઉલ્લેખ કર્યો નથી.