Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવાદળછાયા વાતાવરણ વચ્ચે જામનગર પંથકમાં વરસાદી ઝાપટા

વાદળછાયા વાતાવરણ વચ્ચે જામનગર પંથકમાં વરસાદી ઝાપટા

ધ્રોલમાં તથા કાલાવડમાં અડધો-અડધો ઇંચ વરસાદ : ગ્રામ્ય પંથકમાં પણ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ

- Advertisement -

જામનગર પંથકમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ગઇકાલે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે જામનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જામનગર શહેરમાં પણ આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી માર્ગોે ભીના થયા હતા.

- Advertisement -

જામનગર શહેર-જિલલામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે. બીજી તરફ ભેજનું પ્રમાણ પણ વધતાં શહેરીજનો બફારાથી પરેશાન થયા હતા. ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રિના સમયે ધ્રોલ તાલુકામાં તથા કાલાવડ તાલુકામાં અડધો-અડધો ઇંચ વરસાદ થયો હતો. જયારે જામજોધપુરમાં 6મીમી તથા લાલપુરમાં સામાન્ય વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. આજે સવારે 6 થી 8 દરમ્યાન જોડિયા તાલુકામાં 9મીમી પાણી વરસ્યું હતું. જયારે જામનગર શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝપાટાથી માર્ગો ભીના થયા હતા.

જામનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન થયો હતો. જેમાં જોડિયા તાલુકાના બાલંભામાં 10 મીમી, હડિયાણામાં 9 મીમી, ધ્રોલ તાલુકાના લૈયારામાં 30 મીમી, જાલિયાદેવાણીમાં 15 મીમી, લતીપુરમાં બે મીમી, કાલાવડ તાલુકાના નવાગામમાં 10 મીમી, મોટાવડાળામાં 15 મીમી, નિકાવામાં પ મીમી, ખરેડીમાં 4 મીમી, જામજોધપુરમાં ધુનડામાં 18 મીમી, જામવાલીમાં 12 મીમી, ધ્રાફામાં 8 મીમી, સમાણામાં 7 મીમી, શેઠવડાળા અને પરડવામાં પ-પ મીમી, લાલપુર તાલુકાના પીપરટોડામાં 11 મીમી, મોટાખડબામાં 8 મીમી તથા મોડપરમાં 7 મીમી, પાણી વરસ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહતમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી તથા ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે શહેરીજનો બફારાથી અકળાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular