પશ્ચિમ બંગાળ અને આસામની 69 બેઠકો પર ગુરુવારે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતુ. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાંજના છ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 80.43% અને આસામમાં 74.64% મતદાન નોંધાયું છે. આ દરમિયાન નંદીગ્રામના એક મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. અહીંયા ઝખઈના કાર્યકરોએ આરોપ હતા કે તેમને મતદાન કરવા માટે નથી જવા દેવામાં આવી રહ્યા.
મમતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ચૂંટણીના દિવસે બંગાળમાં ચૂંટણી પ્રચાર કઈ રીતે કરી શકે છે? મમતાએ આરોપ લગાવ્યા હતા કે અમિત શાહ સીધા જ કેન્દ્રથી મોકલવામાં આવેલા સુરક્ષકર્મીઓને આદેશ આપી રહ્યા છે. આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.