રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનેભારત સાથેના તેમના મજબૂત અનેખાસ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ભારતમાંથી નિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલનને સુધારવાની પ્રતિજ્ઞા લીધી. US ટેરિફ વચ્ચે રશિયા તરફથી આ સમર્થન ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમેરિકાના ટેરિફ દબાણ વચ્ચે, રશિયાએ ભારત સાથે પોતાની એકતા દર્શાવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડિસેમ્બરની શરૂઆતમાં તેમની આગામી ભારત મુલાકાતમાં રસ દર્શાવ્યો છે. તેમણે તેમની સરકારને ભારતમાંથી નિકાસ વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે. ભારત રશિયા પાસેથી નોંધનોં પાત્ર પ્રમાણમાં તેલ ખરીદે છે, જેના જે કારણેવેપાર અસંતુલન સર્જાય છે. રાષ્ટ્રપતિ પુતિન આ અસંતુલનને દૂર કરવા માટે આગળ આવ્યા છે. દક્ષિણ રશિયાના સોચીના કાળા સમુદ્રના રિસોર્ટમાં આયોજિત વાલદાઈ ચર્ચા મંચમાં બોલતા, પુતિને કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા કે તણાવપૂર્ણ પરિસ્થિતિ રહી નથી અને બંને દેશોએ હંમેશા એકબીજાની સંવેદનશીલતાને ધ્યાનમાં લીધી છે.
પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતા કહ્યુંકે તેમની સાથે વાતચીત હંમેશા વિશ્વાસપાત્ર અને આરામદાયક વાતાવરણમાં થાય છે. તેમણે મોદીના નેતૃત્વ હેઠળની ભારતની રાષ્ટ્રવાદી સરકારની પ્રશંસા કરી અને તેમને “સંતુલિત, બુદ્ધિશાળી અને રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા નેતા” ગણાવ્યા.
રશિયન તેલ ખરીદવા માટે ભારત પર વધી રહેલા અમેરિકન દબાણ અંગે તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં રશિયા ભારતને ટેકો આપશે. પુતિને કહ્યું, ” અમેરિકાના ટેરિફને કારણે ભારતને જે નુકસાન થયું છે તેની ભરપાઈ રશિયન ક્રૂડ ઓઇલ દ્વારા કરવામાં આવશે. તેજ સમયે, ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેની તેની પ્રતિષ્ઠા જાળવી રાખશે.” વેપાર અસંતુલનને દૂર કરવા માટે, પુતિને કહ્યું કે રશિયા ભારત પાસેથી વધુકૃષિ ઉત્પાદનો અને દવાઓ ખરીદી શકે છે. “ભારત પાસેથી વધુકૃષિ ઉત્પાદનો ખરીદી શકાય છે. આપણે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રમાં પણ પગલાં લઈ શકીએ છીએ,”


