Friday, November 22, 2024
Homeરાજ્યભાણવડ નગરપાલિકા હસ્તકની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં, પ્રજા પરેશાન

ભાણવડ નગરપાલિકા હસ્તકની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં, પ્રજા પરેશાન

બે પૈકીની એક એમ્બ્યુલન્સ બંધ : વેસ્ટ કચરા કલેકશનના છ છોટાહાથી પૈકીના બે જ ચાલુ હાલતમાં : ચાર છોટાહાથી શોભાના ગાઠીયા સમાન : કેબિનેટ મંત્રીને રજૂઆત

- Advertisement -

ભાણવડ નગર પાલિકા હસ્તક એમ્યુલન્સ સેવા, વેસ્ટ કચરો કલેકશન માટે છોટા હાથી વાહન અને જેસીબી સહિત જરૂરી વાહનો બંધ હાલતમાં હોવાથી કામગીરીમાં રૂકાવટ આવી છે. આ બાબતે શહેર ભાજપા ઉપપ્રમુખ નિરવ રાજાણીએ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

- Advertisement -

ભાણવડ નગર પાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે. ત્યારે વહીવટદાર શાસનમાં લોકો માટેની પ્રાથમિક સુવિધા બાબતે અસંતોષ રહ્યા કરે છે જેમાં પાલિકા પાસે હાલમાં બે એમ્બ્યુલન્સ સેવા મોટાભાગે બંધ હાલતમાં હોવાથી ગંભીર કેસમાં દર્દીઓને બહારગામ લઇ જવા માટે મુશ્કેલી થાય છે.

આવી જ સ્થિતિ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન માટે છોટાહાથી વાહનની છે. કુલ છ વાહનોમાંથી માત્ર બે જ વાહન હાલમાં કાર્યરત છે. બાકીના ચાર વાહન શોભાના ગાંઠીયાની જેમ બંધ હાલતમાં હોવાથી સફાઈ જેવી મહત્વની કામગીરી અસરકારક બનતી નથી. ઠેર-ઠેર ગંદકી કચરો જોવામાં આવે છે. ગંદકી અને નકામા કચરા ઉપર માખી મચ્છર જેવી જીવાતોનો ઉપદ્રવ રહ્યા કરે છે. જેનાથી લોકોનું આરોગ્ય જોખમાય છે.

- Advertisement -

ઉપરાંત જેસીબી માત્ર એક જ ઉપલબ્ધ છે. તે પણ બંધ હાલતમાં હોવાથી મુશ્કેલી વધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular