મુકેશ અંબાણી દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વડા છે જેની સ્થાપના 1957 માં થઈ હતી અને ઉર્જાથી લઇને છુટક વેચાણ સુધીના ક્ષેત્રોમાં મજબુત હાજરી ધરાવે છે.
સતત બીજા વર્ષે અંબાણી પરિવારે મોસ્ટ વેલ્યુએબલ ફેમેલી બિઝનેસની લીસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 2025 હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ કૌટુંબિક વ્યવસાયોની યાદીમાં અંબાણી પરિવારના વ્યવસાયને 28 લાખ કરોડ રૂપિયાથી વધુ મુલ્ય સાથે પ્રથમ સ્થાન જાળવી રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ બીજા સ્થાને બિરલા પરિવારે સ્થાન મેળવ્યું છે.
મળતી માહિતી મુજબ 2025 હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં બહાર પાડવામાં આવી છે. જેમાં અંબાણી પરિવારે ટોચનું સ્થાન મેળવ્યું છે. અંબાણી ફેમેલી બિઝનેસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મુલ્ય 28.2 લાખ કરોડ રૂપિયા છે. જે ભારતના કુલ જીડીપીના લગભગ 12મા ભાગ જેટલું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માત્ર ઉર્જા ક્ષેત્રમાં જ નહીં પરંતુ રિટેલ અને ડિજીટલ સેવાઓમાં પણ પ્રભુત્વ ધરાવે છે. ગયા વર્ષે પણ અંબાણી પરિવારે 309 અબજ ડોલર સાથે યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ કુલ જીડીપીના 10% જેટલું હતું.
જ્યારે કેએમ બિરલા પરિવાર 6.5 લાખ કરોડ સાથે યાદીમાં બીજા સ્થાને પહોંચી છે. જ્યારે જિંદાલ પરિવાર 5.7 લાખ કરોડ રૂપિયાના મુલ્યાંકન સાથે ત્રીજા નંબરે છે. સંજીવ બજાજના નેતૃત્વ હેઠળનો બજાજ પરિવાર 5.6 લાખ કરોડ રૂપિયાના મુલ્ય સાથે ચોથા સ્થાને છે. મહેન્દ્ર પરિવાર 5.4 લાખ કરોડ રૂપિયાના મુલ્ય સાથે પાંચમા સ્થાને છે. શિવ નાદરના નેતૃત્વ હેઠળ નાદર પરિવાર છઠ્ઠા સ્થાને છે જ્યારે મુરુગપ્પા પરિવાર ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સાતમા સ્થાને છે. વિપ્રોના પ્રેમજી પરિવાર આઠમા ક્રમે અનિલ અગ્રવાલ પરિવાર નવમા સ્થાને અને એશિયન પેઈન્ટસના સહસ્થાપક દાની, ચોકસી અને વકીલ પરિવાર દસમા સ્થાને છે.
આ રેન્કીંગનો આધાર વ્યાપારી પરિવારોના વ્યવસાયોના કુલ મુલ્યના આધારે ક્રમ અપાયો છે. ત્યારે રિલાયન્સ પરિવારે ફરી એકવખત ટોચનું સ્થાન મેળવ્યું છે. તો વળી અહીં ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવારના નાના મોટા દરેક સભ્યો લગભગ ભારતીયો માટે એક જાણીતો ચહેરો છે. તેમની વેપાર કુનેહના લોકો ઉદાહરણો આપે છે તો કયાંક તેમની ભારતીય સંસ્કૃતિ જાળવવાની રીત પર લોકો ઓવારી રહ્યા છે. આમ, અંબાણી પરિવારનો દબદબો આ વર્ષે લિસ્ટમાં તો રહ્યો જ છે પરંતુ, લોકોના હૃદયમાં પણ રહ્યો છે.


