ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઇ રહી છે. વહેલી સવારે અને રાત્રી દરમિયાન લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે વાતાવરણમાં એકાએક પલટો આવતા રાજકોટના અમુક વિસ્તારો, ચોટીલા અને મોરબી સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. તો અંબાલાલ પટેલે રાજ્યના અમુક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ઠંડીનું આગમન થયું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઘટશે. આગામી 3 દિવસ બાદ રાત્રિના તાપમાન માં ઘટાડો થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે.
હવામાન વિભાગે પણ માવઠાની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આજે જામનગર, દ્વારકા, રાજકોટ, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં વાતાવરણ સુકું રહેશે.