Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅંબાજીમાં ઉમટયો શ્રધ્ધાળુઓનો મહાસાગર

અંબાજીમાં ઉમટયો શ્રધ્ધાળુઓનો મહાસાગર

ભાદરવી પૂનમના મેળામાં ઉમટેલાં ભકતોએ કર્યા માતાજીના દર્શન : સવારે પાંચ વાગ્યે કરવામાં આવી મંગળા આરતી

- Advertisement -

અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજના દિવસે મા અંબાના મંદિરે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા કરી પવિત્ર ભાદરવી પૂનમે માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. આજે ભાદરવી પૂનમના દિવસે મંગળા આરતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને લઈને અંબાજીમાં આજે ભાદરવી પૂનમની મંગળા આરતી વહેલી સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરવામાં આવતી હોય છે.

- Advertisement -

અંબાજીમાં ભાદરવી પૂનમની મંગળા આરતી માટે હજારોની સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા હતા. ભક્તો શ્રદ્ધાભાવ સાથે મંગળા આરતીમાં જોડાઈ મા અંબાનાં દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમ માટે લાખોની સંખ્યામાં માઇભક્તો માનાં દર્શનાથે આવે છે, જેને લીધે અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો વધી જતો હોય છે. તમામ દર્શનાર્થીઓને મા જગત જનનીનાં દર્શન સરળતાથી થઈ શકે એ માટે ભાદરવી પૂનમની મંગળા આરતી સવારે 5 વાગ્યે કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular