સુરજકરાડીની માધવ ગૌશાળા એટલે ગાય, ગૌવંશ,પશુ પક્ષીઓ માટે મલ્ટીસ્પેશ્યલ હોસ્પીટલ કહી શકાય. અહીં વિશાળ પટાંગણમાં ગાયો માટે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે.
આસપાસનાં વિસ્તારમાં કોઈ પણ ગાય,ગૌવંશ કે પશુ-પક્ષી બિમાર હોય કે કોઈ કારણસર ઘાયલ થયેલ હોય ત્યારે એક કોલ કરવાથી માધવ ગૌશાળાની સ્પેશ્યલ એનિમલ એમ્બ્યુલન્સ પહોંચે છે, ક્રેઈન વાળી ઓટોમેટીક સીસ્ટમ વાળી આ એમ્બ્યુલન્સ ગૌશાળાએ પહોંચે એટલે બિમાર કે ઘાયલ ગાય કે પશુની હાલત પ્રમાણે સારવાર આરંભાય છે. જો જરૂર હોય તો ઈંઈઞમાં રખાય છે. જો ઓપરેશનની જરૂર હોય તો આધુનિક ઓપરેશન થિયેટરમાં ભરતી કરાય છે. જરૂર પ્રમાણે દવા,ઈન્જેકશન,બાટલા અપાય છે.જે ગાય સંપૂણે સ્વસ્થ થાય ત્યારે તેને પાસેનાં મોજપ ગામે આવેલ અન્ય સ્થળે રખાય છે. ગાય-ગૌવંશને નિરણ, ચરો, ભૂસો,ખોળ, કપાસીયા,ગોળ-તેલ વગેરે આરોગ્ય વધેક ખોરાક અપાય છે. બિમાર ગાય લીલો ઘાંસચારો સરખી રીતે ખાય તે માટે કટીંગ મશીન પણ ઉપલબ્ધ છે. આ ગૌશાળા દાતાઓનાં દાનનાં પ્રવાહથી ખુબ સરસ રીતે કાર્યરત છે.
હાલ જેઠ મહિનો એટલે આંબાની સિઝન હોઈ ગાયમાતા માટે અહિં આંબા મનોરથનું આયોજન કરાયું હતું. આ મનોરથનાં દર્શન માટે રાજકિય આગેવાનો, વેપારીઓ, સરકારી અધિકારીઓ ઉપરાંત ગૌ-ભકત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનાં હસ્તે ગૌમાતાની આરતીનું આયોજન કરાયું હતું.