બે વર્ષ બાદ આગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી.આગામી 30 જૂનથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે 43 દિવસની પવિત્ર તીર્થયાત્રા શરૂ થશે અને રક્ષાબંધનના રોજ પરંપરા પ્રમાણે સમાપ્ત થશે.