છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગર શહેરમાં કે.વી. રોડ પર આવેલા કાશી વિશ્ર્વનાથ મહાદેવના વર્ષો જુના પ્રાચિન મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન શિવજીને જુદા-જુદા શણાગારો કરવામાં આવે છે. દરમયન ગઇકાલે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત શિવલીંગ પર તિરંગાની થીમ પરના શણગાર કરવામાં આવ્યા હતા. શિવભકતોએ શિવ આરાધનાની સાથે-સાથે રાષ્ટ્રભકિત પણ ઉજવી હતી.