પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે એક તપાસ સમિતિ કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમને આ વિશે જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે તે સાથે જ પેગાસસ મુદ્દે અરજીમાં થયેલા આરોપોને પણ નકારી કાઢયા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બે પાનાનું સોગંદનામું દાખલ કરીને કોર્ટને જાણકારી આપી હતી કે પેગાસસ મુદ્દે થયેલા આક્ષેપો ધારણા અને પુરાવાહીન મીડિયા અહેવાલો પર આધારિત છે. વિશેષજ્ઞાોની એક સમિતિ પેગાસસ વિવાદની તપાસ કરશે. વરિષ્ઠ પત્રકાર એન.રામ અને અન્ય અરજદારો દ્વારા તમામ આક્ષેેપોને નકારી કાઢતાં ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીના અધિક સચિવ દ્વારા દાખલ થયેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર તરફથી તેના તરફથી જાસૂસી કે ગેરકાયદે નજર રાખવામાં નહોતી આવી. અરજદારે આક્ષેપ કર્યા હતા કે સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાનારા આ સોફ્ટવેરનો ઉપયોગ સરકારે પત્રકાર, રાજનેતા, એક્ટિવિસ્ટ, નોકરશાહો અને ન્યાયપાલિકા સાથે સંકળાયેલા લોકોની જાસૂસી માટે કર્યો હતો.
સરકારે જણાવ્યું હતું કે અરજદારની અરજી થકી કોઇ કેસ નથી બનતો. પરંતુ ચોક્કસ સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતીને ખુલ્લી પાડવા અરજીમાં થયેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે. સરકાર તપાસ માટે તજજ્ઞ નિષ્ણાતોની સમિતિ રચશે.
ઉલ્લેખનીય છે કે પેગાસસ મુદ્દે ચર્ચાને મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં શાસક અને વિરોધપક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાઇ હતી. તેને કારણે સંસદમાં ઘોંઘાટ અને હોબાળાના દૃષ્યો સર્જાતા રહ્યા હતા. વાયર સહિતના મીડિયાએ એનએસઓના લીક ડેટાબેઝમાં ભારતના 300 ફોનનો સમાવેશ થતો હોવાનો દાવો કર્યો હતો. વાયરના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી જેવા વિરોધપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના જજ, પ્રધાનો અને પત્રકારો આ જાસૂસીના લક્ષ્યાંક હતા.પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે એક તપાસ સમિતિ કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમને આ વિશે જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે તે સાથે જ પેગાસસ મુદ્દે અરજીમાં થયેલા આરોપોને પણ નકારી કાઢયા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બે પાનાનું સોગંદનામું દાખલ કરીને કોર્ટને જાણકારી આપી હતી કે પેગાસસ મુદ્દે થયેલા આક્ષેપો ધારણા અને પુરાવાહીન મીડિયા અહેવાલો પર આધારિત છે. વિશેષજ્ઞાોની એક સમિતિ પેગાસસ વિવાદની તપાસ કરશે.
જાસૂસીના આક્ષેપમાં દમ નથી: સરકાર
સરકારે અદાલતમાં એફિડેવિટ દાખલ કર્યું: એફિડેવિટ સ્પષ્ટ ન હોવાનું જણાવતી કોર્ટ